વાંસદા: ખેડૂતોના ભારત બંધના એલાનમાં સરકારના વિપક્ષ એટલે કોંગ્રેસે ટેકો જાહેર કારી ભારત બંધને સમર્થન આપ્યું હતું જેના પગલે વાંસદા તાલુકાના 6 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓને વાંસદા પોલીસ દ્વારા 5:00 થી 6:00ના સમએ વહેલી સવારે ડીટેઇન કરવામાં આવ્યા હતા

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેડૂત વિરોધી ૩ જેટલા વિરોધી કાયદાના વિરોધમાં ૨૭ સપ્ટેબરના ભારત બંધ એલાનના પગલે વાંસદા પોલીસ દ્વારા વહેલી સવારે વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ વિપક્ષના નેતા ફારૂકભાઈ ચૌધરીની પણ એમના નિવાસ સ્થાનેથી અટક કરવામાં આવી હતી વાંસદાના યુવા કોંગ્રેસ પ્રમુખ નિકુંજભાઈ અને કોંગ્રેસના ઇલિયાસ પ્રાણિયા સાહેબ બીમાર હોવાના કારણે અટક કરાઈ ન હતી. આ બાબતે ડીટેઇન કરાયેલા વાંસદા તાલુકાના કોંગ્રેસના પાર્ટી પ્રમુખએ Decision News સાથે વાત કરતાં શું કહ્યું જુઓ વિડીયોમાં..

વાંસદા પોલીસે આજે ભારત બંધના પગલે તાલુકા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ,ઉનાઈના યુવા અગ્રણીય વિરલભાઈ મનીષ ભાઈ પટેલ તેમજ ઉનાઈ બારતાડના સરપંચ ધીરજભાઈ દળવીને તેમજ અન્ય બે બીજા કોંગ્રેસી કાર્યકર્તા ડીટેઇન કરાયા હતા.

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here