બીલીમોરા: આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે “સેવા અને સમર્પણ” કાર્યક્રમ અંતર્ગત બીલીમોરા શહેર ભાજપા આદિજાતિ મોરચા દ્વારા બીલીમોરા શહેરમાં રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ કોરોનાના કપરા કાળમાં પ્રધાનમંત્રી ૭૧ માં જન્મદિવસ નિમિત્તે “સેવા અને સમર્પણ” કાર્યક્રમ અંતર્ગત બીલીમોરા શહેર ભાજપા આદિજાતિ મોરચા દ્વારા બીલીમોરા શહેરમાં રકતદાન શિબિરનું આયોજન કરી ૪૩ યુનિટ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશના આદિજાતિ મોર્ચાના ઉપપ્રમુખ મહેશભાઈ ગામીત, નવસારી જિલ્લા પ્રમુખશ્રી ભુરાલાલ સાહેબ, મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ નાયક, આદિજાતિ મોર્ચા પ્રમુખશ્રી અરવિંદભાઈ ગરાસિયા, મહામંત્રી અશ્વિનભાઈ ગામીત, હર્ષદભાઈ ગામીત, બીલીમોરા શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, મહામંત્રી મનહરભાઇ પટેલ , રમેશભાઈ રાણા તથા નગરપાલિકા સભ્ય પાર્વતીબેન પટેલ અને અનુપમાબેન પરમાર, નવસારી જિલ્લા પંચાયત સભ્ય તથા સિંચાઈ અના ખેતીવાડી વિભાગ ચેરમેન પરિમલભાઈ પટેલ હાજર રહીયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશભાઈ પટેલ, અરૂણ ઓડ, સાગર પટેલ, અમિત પટેલ, વિજય પટેલ તથા ધર્મેશ પટેલ જહેમત ઉઠાવી હતી.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here