ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં જે કોરોના કાળ દરમ્યાન બસો બંધ કરવામાં આવી હતી અને તેના લીધે વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં ખુબજ તખલીફ પડતી હોય તે બાબતે ધરમપુર ડેપો મેનેજરશ્રી જયદીપભાઈ માહલા સાહેબને રજુઆત કરવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે માહલા ધરમપુર ડેપો મેનેજરશ્રી જયદીપ માહલા દ્વારા જણાવવામાં આવ્યું  કે હાલે ધરમપુર ડેપોમાં 140 કન્ડક્ટરનો સ્ટાફ હોવો જોઈએ પરંતુ એની સામે 101 કંન્ડકટરો હોઈ સતા પણ બંધ બસોનું શિડયુલ બનાવી અને આગામી દિવસોમાં એ બસો ચાલુ કરી દેવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું આ પ્રંસગે હાજર રહેલા અને હકોની લડત લડનારા ધરમપુર તાલુકાના વિવિધ ગામોથી ખુબજ મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો અને આદિવાસી સમાજના તમામ યોદ્ધાઓ હાજર રહ્યા હતા.

અપક્ષના અને યુવાપ્રિય નેતા કલ્પેશ પટેલનું Decision Newsને કહેવું હતું કે ધરમપુરમાં સ્કુલ, કોલેજ કે ITI કરવા માટે તાલુકાના ખુબ જ અંતરિયાળ અને ઉડાણવાળા વિસ્તારોમાંથી યુવાનો આવતા હોય છે તેને આ બસો બંધ હોવાના કારણે સમય સર આવવા -જવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે અને આ કોરોનાના કપરા કાળમાં જ્યાં રોજગારી છીનવાઈ ગઈ છે તેવા સમયે રીક્ષા કે જીપના ભાડા વિદ્યાર્થી યુવાનોને પોષાય એમ નથી માટે તેઓ ખુબ હતાશા અનુભવી રહ્યા છે જો બસો આ જ પ્રકારે બંધ રાખવામાં આવશે તો વિદ્યાર્થીઓના શિક્ષણમાં ખુબ જ મોટી અસર નોંધાય શકે છે આ મુદ્દાને લઈને આજે ડેપો મેનેજરને ઝડપથી બસની રૂટીન ફરી શરુ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here