ધરમપુર: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા નિમિષાબેન સુથાર, રાજ્યકક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ વિભાગ, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણને મંત્રી પદેથી દૂર કરવા બાબતે આવેદન પત્ર રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને તાલુકા વિકાસ અધિકારીશ્રી ધરમપુર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં જે ગુજરાત સરકાર દ્વારા નિમિષાબેન સુથાર, રાજ્યકક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ વિભાગ, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણને મંત્રી પદે નિયુક્તિ કરવામાં આવી હતી જેને લઈને આજે ધરમપુરના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ધરમપુર તાલુકા વિકાસ અધિકારીને માન. રાજ્યપાલશ્રી અનેગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ઉદ્દેશીને આવેદનપત્ર અપાયું છે.

આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુરના પ્રમુખ કમલેશભાઈ પટેલનું કહેવું છે કે ખોટા આદિવાસીવાસી પ્રમાણપત્રો લઈને જે આવા ઉચ્ચ હોદ્દાઓ પાર નિયુક્તિ કરવામાં આવી છે આવા સરકારના બેજવાબદાર નિર્ણયો ખુબ જ નિંદનીય છે જેનો આદિવાસી સમાજ સખત વિરોધ કારે છે અને સરકારને અપીલ કરે છે નિમિષાબેન સુથાર, રાજ્યકક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ વિભાગ, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણને મંત્રીથી ઝાડથી બરખાસ્ત કરવામાં આવે નહિ તો આદિવાસી સમાજ આંદોલનના રસ્તે જઈ શકે છે.

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here