કપરાડા: વલસાડમાં ગતરોજ કપરાડા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા તાલુકા પંચાયત સભાખંડમાં યોજાઇ હતી જેમાં વેક્સિનેશન વિવિધ કામો આંગણવાડી અને વીજળીના પ્રશ્નો અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે આ સભા દરમિયાન શાસક પક્ષના સભ્યો દ્વારા ઊભા થઈ એ TVTના તેમના વિસ્તારમાં થતા કામોને લઈને પણ વિખવાદ ઉભો થયો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડામાં શાસક પક્ષના અમુક સભ્યોનું કહેવું છે કે તાલુકામાં TVTના તેમના વિસ્તારમાં થતા કામો એજન્સી દ્વારા તેમને વિશ્વાસમાં લીધા વિના જ કામો કરવામાં આવી રહ્યા છે તેમજ આ બાબતે સભ્યોને સ્થાનિક લોકો ગામમાં ટકોર કરતા તેઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય છે કારણ કે તેમને ખુદને ખબર નથી હોતી કે તેમના તાલુકા પંચાયત વિસ્તારની બેઠકમાં આવતા ગામોમાં કોણ વિકાસના કામ કરી રહ્યું છે આ રજુઆત વાડી તાલુકા પંચાયત બેઠકના સીતારામ ચૌધરીએ કરી બળાપો ઠાલાવ્યો હતો.

અપક્ષ તાલુકા પંચાયતના સભ્ય કુંજાલી પટેલે વેકસીન માટે આવતા વાયલની ટેમરેચર જાળવી રાખવા માટે વિવિધ કેન્દ્રો ઉપર વ્યવસ્થા ન હોય તેને અન્ય સ્થળે ખસેડવામાં આવે છે જેમાં તેનું તાપમાન ન જળવાતા તે બગડી શકે છે તે અંગે રજુઆત કરી છે જ્યારે સામાન્ય સભામાં પત્રકારોને નિમંત્રણ ન આપવામાં આવતું હોય તે અંગે પણ ધારદાર રજુઆત કરી હતી તેમના પોતાના મત વિસ્તારમાં આવેલી વિવિધ આંગણવાડી હજુ પણ જર્જરિત હાલતમાં છે જે અંગે પણ તેમણે જણાવ્યું. તો બીજી તરફ કેટલીક પાણી પુરવઠાની ટાંકીઓ પણ બંધ હાલતમાં હોય લોકોને પાણી અને સુવિધાઓ મળતી નથી તે બાબતે પણ તેમણે સામાન્ય સભામાં પ્રશ્નો રજૂ કર્યા હતા આંગણવાડીના બાળકો માટે પીવાના પાણી માટે મુકવામાં આવેલ RO પ્લાન ગુણવત્તા વિહીન હોવાનું જણાવતા TDOટ એ સમગ્ર બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી

આ બેઠક દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, પ્રમુખ મોહન ગરેલ, પ્રોબેસનલ પ્રાંત અધિકારી સાગરભાઈ મવાળીયા, મામતદાર કલ્પેશ સુવેરા, તાલુકા પંચાયત સભ્યો, હાજરી આપી હતી