વલસાડ: વર્તમાન સમયમાં લોકસભા 2024 ની ચુટંણીના ગણતરીના થોડા દિવસ બાકી છે ત્યારે આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે વલસાડ કચેરીએ પોતાના સમર્થકો સાથે આવી નામાંકન પત્ર ભર્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યા, વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો અને આગેવાનો અને ભાજપના મોટા પ્રમાણમાં સમર્થકો ઉપસ્થિત રહીને ધવલ પટેલ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
એવું માનવામાં આવે છે કે દેશની વલસાડ લોકસભા બેઠક એવી બેઠક છે જે જીતે એની જ સરકાર કેન્દ્રમાં બને છે..! ત્યારે આ વખતે ભાજપ તરફથી વલસાડ બેઠક પર ધવલ પટેલ ઉમેદવારી કરી છે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે ધવલ પટેલ વલસાડ બેઠકની જીતની ભેટ ભાજપ પક્ષને અપાવી શકશે કે નહિ..