દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ચીખલી: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં રાતના સમયે માનવ વસાહત વિસ્તારમાં દીપડો ફરતો હોવાનો વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો અને તેની જાણ વનવિભાગ કરતાં તેઓ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીના કુકેરી ગામના હનુમાન ફળિયા એક બંધ ઘરની આસપાસ રાતના સમય દીપડો લટાર મારતો એક ગામના યુવાન દ્વારા જોવામાં આવ્યો હતો આ ઘર ઘણા સમયથી બંધ હાલતમાં છે પરંતુ તેની આજુબાજુ જે ઘરો છે એમાં લોકો રહે છે ગામના લોકો કહે છે કે અમારા વિસ્તારમાં પહેલા પણ દીપડાની અવારનવાર જોવા મળ્યો છે અને ગામના બે વ્યક્તિ પર તો દીપડાએ હુમલો કર્યાના બનાવો અન બન્યા છે જેના કારણે હાલમાં ગામમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

તાજા જાણકારી મળ્યા પ્રમાણે ગામના લોકો દ્વારા આ બાબતે વનવિભાગને જાણ કરતાં તાત્કાલિક ધોરણે દીપડાને પાંજરે પૂરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.