ચીખલી: મિશન સ્કૂલ ઓફ એકસલેન્સ અંતર્ગત લોકભાગીદારી દ્વારા પ્રથમ ફાઉન્ડેશન ખારેલ દ્વારા રાનકુવા હાઈસ્કૂલમાં 25 લેપટોપ ફાળવી ટેલી અભ્યાસક્રમની શરૂવાત કરવામાં આવી છે  બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા ગુજરાત સરકાર દ્વારા મિશન ઓફ એકસલેન્સમાં પસંદ કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે મિશન સ્કૂલ ઓફ એકસલેન્સ અંતર્ગત લોકભાગીદારી દ્વારા પ્રથમ ફાઉન્ડેશન ખારેલ દ્વારા રાનકુવા હાઈસ્કૂલમાં 25 લેપટોપ ફાળવી ધોરણ 11/12 કોમર્સના વિદ્યાર્થી માટે ટેલી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ ફાઉન્ડેશન દ્વારા 3 જેટલા કમ્પ્યુટર ટ્રેનર પણ આપવામાં આવ્યા છે. જેનાથી બાળકો કમ્પ્યુટર કૌશલ્યમાં પારંગત થઈ શકે શાળામાં મિશન સ્કૂલ ઓફ એકસલેન્સ પ્રોજેક્ટ કાર્યરત થતાની સાથે જ શાળાના આચાર્ય સંજય પરમાર દ્વારા એક્શન પ્લાન અંતર્ગત સિપિ પ્રાપ્ત કરવા માટે કાર્યાન્વિત થઈ ગયા છે. ટીમ રાનકુવામાં જીવનમાં આવેલી અનમોલ તકને ઝડપી લઈ બાળકો માટે આ પ્રોજેક્ટ હેઠળ કઈક કરવાનો અનેરો થનગનાટ પેદા થયો છે.

સચિવ ડો. વિનોદરાવ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી રોહિત ચૌધરી, બી.આ.સી, સી.આર.સી દ્વારા સતત માર્ગદર્શન થી પ્રોજેક્ટ ઝડપથી આગેકૂચ થઈ રહ્યો છે. સંચાલક મંડળ વાલીમંડળ દ્વારા પણ આ પ્રોજેક્ટમાં સક્રિય સામેલગીરી નોંધાઈ છે