સુરત: આજરોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ પારડી ગામના લોકોએ ખેત મજૂરીમાં રોજ ૧૦૦ રૂપિયામાં મોંઘવારીના દિવસોમાં ન પોષતા રોજગાર વધારવા માંગણી રોજગાર મુદ્દે ૩૧ ઓગસ્ટથી હડતાળ પર બેઠા હતા તેમણે સુરત જિલ્લા ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેનાના આગેવાનો સાથે આજે  તેમણે આજે બારડોલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે બારડોલી તાલુકાના કડોદ પારડી ગામમાં રોજગાર મુદ્દે ૩૧ ઓગસ્ટથી હડતાળ પર બેઠા હતા ગામ લોકોને ખેત મજૂરીમાં રોજ ૧૦૦ રૂપિયા આપવામાં આવે છે અને ગામ લોકોનુ કેહવુ છે કે મોંઘવારીના દિવસોમાં અમારુ ઘર ૧૦૦ રૂપિયા મા કેવી રીતે ચાલે એટલા માટે રોજગાર વધારવા માંગણી કરવામાં આવી હતી. પણ ત્રણ ચાર દિવસ થઈ ગયા છતાં માંગણી સ્વીકારી ન હતી તો ગામના આગેવાનોએ અને ગામના સરપંચ લોકો એ સુરત જિલ્લા ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેનાનો કોન્ટેક્ટ કરતા સુરત જિલ્લાના અને તાલુકાના આગેવાનો બારડોલી તાલુકાના કડોદ પારડી ગામ ખાતે આવી પહોંચ્યા હતા અને ગામ લોકો સાથે ભેગા મળી બારડોલી પ્રાંત સાહેબ અને બારડોલી મામલતદાર સાહેબશ્રીને સરકારશ્રીના લઘુત્તમ ધારા મુજબ ખેડુતોને રોજ ગાર આપવામાં આવે એવી માંગણી કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જુઓ આ વીડિઓ માં…

આ રોજગાર વધારવા મુદ્દે જો ઝડપથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો ૭ સપ્ટેમ્બરના રોજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી બની બેઠેલા અધિકારીઓની રહેશે એવી ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે.

Bookmark Now (0)