વાંસદા: દક્ષિણ ગુજરાતમાં ‘દરેકને ન્યાય, કોંગ્રેસ પર્યાય’ના સૂત્ર સાથે કોંગ્રેસના ધારાસભ્ય અને લોકચાહના મેળવી લોકનેતા બનેલા અનંત પટેલ દ્વારા પોતાના મત વિસ્તારમાં હાલમાં કોવિડ ન્યાય યાતારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આજે ભીનાર ગામમાં આ યાત્રા અંતર્ગત કાર્યક્રમ થયો હતો.

Decision Newsને મળેલી વિગતો પ્રમાણે આજરોજ વાંસદા તાલુકાના ભીનાર ગામે કોરોનાના કારણે મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનો સાથે અનંત પટેલ દ્વારા મુલાકાત કરવામાં આવી અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. હાલમાં કોવિડ થોડું કાબુમાં આવ્યો હોય એમ દેખાય રહ્યું છે પણ સરકારે આ બાબતે ધ્યાન આપી કોવિડમાં મૃત્યું પામનારને આર્થિક મદદ પોહ્ચાડવી જોઈએ.

લોકનેતા અનંત પટેલનું કહેવું છે કે કોગ્રેસની ‘કોવિડ ન્યાય યાત્રા’એ સતા મેળવવાની સીડી નહી, માત્ર સામાજીક જવાબદારીનો સામુહિક સંકલ્પ છે’ અને સરકાર દ્વારા જે કોવિડના આ કપરા કાળમાં પણ જે સામાન્ય પ્રજા પર જે જુલમ ગુજારવામાં આવી રહ્યો છે તે ખરેખર નિંદનીય છે અને અમે આ બાબતે વિરોધ કરી પ્રજા સમક્ષ સરકારને ખુલ્લી પડીશું.