તાપી: સરકારી બાબુઓનો આટલો પગાર હોવા છતાં એમનું પેટ ધરાતું નથી એનું તાજા ઉદાહરણ ગતરોજ તાપી જિલ્લામાં પણ એક કેસમાં એસીબીએ પીઆઈ અને પીએસઆઈને રૂ. 50 હજારની લાંચ લેતા ઝડપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા જ દેખાયું હતું.

Decision Newsને મળેલી વિગત અનુસાર ફરીયાદીના ઓળખીતા બહેનના વિરૂધ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં જમીન મેટર બાબતેનો ગુનો નોંધવામાં આવ્યો હતો જે બાબતની ગુનાની એફ.આઇ.આર. રદ કરવા, ફરીયાદીના ઓળખીતા બહેને આ કામના ફરીયાદીને મદદ કરવા કહેવામાં આવ્યું હતું માટે ફરીયાદીએ તેઓના વકીલ મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરાવેલી જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. આ પીટીશન નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ હોવાથી ગુનાની તપાસ પ્રવિણ મકવાણા કરતા હોવાથી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ગુના સંબંધે રિપોર્ટ/અભિપ્રાય મોકલવા પ્રતિક અમીને રૂ. એક લાખની માંગણી અમારી પાસે કરવામાં આવી. જે પ્રમાણે રૂ. 50 હજાર ગતરોજ અને બાકીના આવતાં સપ્તાહમાંમાં આપવાનું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી દીધી હતી.

આ ફરીયાદીની ફરીયાદના આધારે ગતરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી પ્રતિમ અમીનએ ફરીયાદી પાસે રૂ. 50 હજારની લાંચ માંગી હતી અને આ લાંચ પ્રવિણકુમાર જીવરાજભાઇ મકવાણા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, વ્યારા જી.તાપી વર્ગ- 2નો અધિકારી તાપીના વ્યારા સ્થિત પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી, ત્રીજા માળે સ્થળ ઉપર પકડાઇ ગયો હતો.