ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. શૂટર અવનિ લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક રમતમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. અવનિએ મહિલાઓને 10 મીટર એર રાઇફલનાં ક્લાસ એસએચ1 ફાઇનલમાં 249.6 પોઇન્ટ બનાવી વિશ્વ રેકોર્ડની બરાબરી કરી અને પ્રથમ સ્થાન હાંસેલ કર્યું છે. તેણે ચીનની ઝાંગ કુઇપિંગ (248.9 પોઇન્ટ)ને પાછળ પાડી. અને યુક્રેનની ઇરિયાના શેતનિક (227.5) પોઇન્ટ બનાવી કાંસ્ય પદક જીત્યું છે. ભારતનાં પેરાલિમ્પિક ખેલમાં નિશાનેબાજી સ્પર્ધામાં આ પહેલો પદક છે. ટોક્યો પેરાલિમ્પિકમાં આ દેશનો પહેલો સુવર્ણ પદક છે.

અવનિએ આ ઇવેન્ટનાં ક્વોલીફિકેશન રાઉન્ડમાં 21 નિશાનેબાજોની વચ્ચે સાતમાં સ્થાન પર રહી ફાઇનલ્સમાં પ્રવેશ કર્યો હતો. તેણે 60 સીરીઝનાં છ શોટ્સ બાદ 621.7નો સ્કોર બનાવ્યો હતો. જે શીર્ષ આઠ નિશાનેબાજોમાં જગ્યા બનાવવાં માટે પર્યાપ્ત હતો. આ ભારતીય નિશાનેબાજે શરૂથી અંત સુધી નિરંતરતા બનાવી રાખી અને સતત 10થી વધુ સ્કોર બનાવ્યો હતો