આગળીનાં ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ, તાજેતરમાં ઓનલાઇન છેતરપિંડી વધી ગઈ છે. આપના મોબાઈલમાં ફોન આવે કે તમારો વીમો પાક્યો છે, તમારી લોટરી લાગી છે. તમારું ATM બંધ થઇ ગયું છે, RBIના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને વિશ્વાસ કેળવી બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલમાં આવેલા ઓટીપી માંગી તમારી સાથે છેતરપીંડી કરે એવા કિસ્સા હાલ ખુબ વધી ગયા છે.

મળતી માહિતી મુજબ નર્મદા પોલીસ લોકોની સાથે ફ્રોડ ન થાય એ માટે જાગૃત કરી રહ્યા છે, તેઓ લોકોને કહી રહ્યા છે કે કોઈ બેંકની માહિતી લોટરી લાગી છે કે બેંક અધિકારી બોલું છું એવા ફોન થી સાવધાન આવા ફોન આવે તો કોઈ પણ બેંકની માહિતી ડેબીટ/ક્રેડીટ કાર્ડ જેવી મહત્વપૂર્ણ માહિતી આપતા પહેલા વિચાર જો આ સલાહ હાલ નર્મદા પોલીસ જાહેર જનતાને આપી રહી છે. કેમકે મહેનતના રૂપિયા કોઈ બીજો ના લૂંટી જાય, તાજેતરમાં એક વ્યક્તિએ SOU ટિકિટ બુક કરવામાં કોઈ ફ્રોડે OTP માંગતા તેના ખાતામાં થી 3 લાખ રૂપિયા ઉપાડી લીધા, આવી કેટલીક ઘટનાઓને ધ્યાનમાં લઇ, ગંભીરતા આપી નર્મદા જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક હિંમકર સિંહની સૂચના થી સાયબરક્રાઇમ અંગે જાણકારી આપતું એક જાગૃતિ માટે હેન્ડબીલ બનાવી લોકોમાં વિતરણ કરવામાં આવ્યું.

ડીવાયએસપી ચેતના ચૌધરીના નેતૃત્વમાં લોકોને આ બાબતે સાવચેતી રાખવા માટે અને લોકોને સમજ પાડવા માટે નિર્ભયા સ્કોડને કામ સોંપવામાં આવ્યું હતુ. નિર્ભયા સ્કોટના ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે.પાઠકની આગેવાનીમાં નિર્ભયા ટિમની મહિલા કર્મીઓ ગામેગામ જઈને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપી રહ્યા છે. જો કોઈ ગામમાં જાગૃતિ માટે ટીમ જાય અને ગામમાં કોઈના હોય તો પરત નહિ આવવાનું પણ તેઓ જે ખેતરોમાં કામ કરે છે ત્યાં જઈને પણ માહિતી આપી જાગૃતિ લાવવાનું ઉત્તમ કામ હાલ નિર્ભયા ટીમ કરી રહી છે.