વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર મનાતો તહેવાર મહોરમ પર્વ નિમિત્તે હજરત ઈમામ હુશૈનની યાદમાં ‛યા હુસેનના’ નારા સાથે મર્હોરમ પર્વે કલાત્મક તાજીયામાં ચંપાવાડી ખાતે કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલી રહેલા ભયંકર બીમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવીને માનવજાતને બહુ મોટું નુકસાન પહોંચાડયું છે. તેને ધ્યાનમાં રાખીને સરકારની ગાઇડ લાઇન સાથે પવિત્ર મોહરમ માસની ઉજવણી કરાઈ હતી અને આપણો દેશ કોરોના સામે લડી રહ્યો છે તેનાથી મુક્તિ મળે એ માટે મુસ્લિમ બિરાદરોએ. કોરોના મુક્ત થાય એ દુઆ માંગી હતી હઝરત ઈમામ હુસેન અને તેમના અનુયાયી ઓએ હક સામે લડત કરી શહીદ થયા હતા. એમ તેઓની યાદમાં આખા વિશ્વમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમના નવમા અને દસમાં એમ બે દિવસે હ.ઇમામ હુસેનની યાદમાં તાજીયા બનાવી નગરમાં જૂલુશ કાઢી તેઓની યાદ તાજી કરાય છે પરંતુ આખા વિશ્વને કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી સરકારી ગાઇડ-લાઇન મુજબ જુલુસ નહિ કાઢી સ્થળ પર જ તાજીયાની સ્થાપના કરી ગાઇડ લાઇન મુજબ આયોજન કરાય છે.

ઉનાઈના સાજીદ મકરાણી જણાવે છે કે હઝરત ઇમામ હુસેનની યાદમાં વાંસદાના ચંપાવાડી ખાતે તાજીયા બેસાડવામાં આવ્યા હતા જેમાં વર્ષોથી ચાલી આવેલ પરંપરા મુજબ તાજીયા બેસાડતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા જ્યારે આ તાજીયા ખાતે દરેક લોકોની મન્નતો( બાધાઓ) પુરી થતી હોય નગરના હિન્દુ મુસ્લિમ તેમજ દરેક ધર્મના લોકો આ તાજીયા ખાતે આવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનતા રાખીને તાજીયાને લઇ અપાર શ્રદ્ધા ધરાવે છે જ્યારે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીફળ ફૂલ ચાદર સરબત ચાંદીના હાથ પગ આંખો વગેરે સામગ્રીથી મન્નતો પૂરી કરી તાજીયાના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. હઝરત ઈમામ હુસેન અને તેમના સાથી ઓની કરબલાના મેદાનમાં શહાદતની યાદમાં મનાવાતા મહોરમના પવિત્ર પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઠેર-ઠેર કલાત્મક તાજીયાનું વર્ષોની જૂની પરંપરા મુજબ મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતા હિન્દૂ મુસ્લિમના કોમી એકતાના દર્શન થયા હતા

Bookmark Now (0)