ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે પુણેમાં પીએમ મોદીનું મંદિર બનાવ્યું છે. તેની અંદર પીએમ મોદીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મયુર મુંડે નામના કાર્યકર્તાએ કહ્યું કે વડાપ્રધાને ‘અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું, તેથી તેમણે આ મંદિર મોદીના સન્માનમાં બનાવ્યું છે. પીએમ મોદીનું આ મંદિર પુણેના ઔંધ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.

રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા મુંડેએ કહ્યું કે, વડા પ્રધાન બન્યા પછી મોદીએ ઘણા વિકાસના કામો કર્યા છે અને જમ્મુ -કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા, રામ મંદિરનું નિર્માણ અને ત્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે.

પત્રકારો સાથે વાત કરતા કહ્યું, મને લાગ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનાવનાર વ્યક્તિ માટે મંદિર હોવું જોઈએ, તેથી મેં આ મંદિર મારા પરિસરમાં બનાવવાનું નક્કી કર્યું. આ ઉપરાંત ભાજપના આ કાર્યકર્તાએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાનની પ્રતિમા, નિર્માણમાં લાગેલા જયપુરના લાલ માર્બલ અને નિર્માણની કિંમત 1.6 લાખ રૂપિયા છે. તેમણે કહ્યું હતું કે, મંદિરમાં મોદીને સમર્પિત એક કવિતા પણ જોવા મળી રહી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here