ચીખલી/રાનકુવા: લોકડાઉનના સમયમાં બન્ધ પડેલ વઘઇ-બીલીમોરા ટ્રેનની આજે બીજા દિવસે ડબ્બા જોડે ટ્રાયલ લેવાતા આદિવાસી વિસ્તારના લોકોની આ ટ્રેન પુન: શરૂ થવાની આશા જીવંત બનતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જીવાદોરી સમાન ટ્રેન શરૂ થવાની શકયતાથી ખુશ લોકોએ મનભરીને ફોટોગ્રાફ ક્લિક કર્યા.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં સમયમાં ઐતિહાસિક વઘઇ-બીલીમોરા ટ્રેન બંધ થઈ જતા આ ટ્રેન ઇતિહાસ બની જવાની શક્યતા વચ્ચે આ વિસ્તારની જનતામાં પરિવારના સભ્ય ગુમાવવાના ડર સાથે નારાજગી જોવા મળી રહી હતી.આંદોલનો થયા,રજૂઆતો થઈ.શાસક-વિપક્ષ બન્નેએ આ ટ્રેન ચાલુ કરવા માટે રસ દાખવ્યો જેના ફળસ્વરૂપે આ ટ્રેન પુન: શરૂ કરવાની તૈયારી પુરજોશમાં થઈ રહી છે. જુઓ આ વિડીઓમાં…

Decision Newsને સ્થળ પર લીધેલી મુલાકાતમાં જાણવા મળ્યું કે વઘઇ-બીલીમોરા ટ્રેનમાં ગતરોજ માત્ર એન્જીન સાથે ટ્રાયલ મારવામાં આવી હતી જ્યારે આજરોજ પાંચ ડબ્બાઓ સાથે ટ્રેનની સફર જોવા મળી હતી. મહિનાઓ બાદ ટ્રેનનો હોર્ન સાંભળી લોકોમાં ખુશી જોવા મળી હતી અને લોકો કેમેરામાં ફોટોગ્રાફ કાંડારવા લાગ્યા હતા. આદિવાસી વિસ્તારની આ ટ્રેન હવે મુસાફરો સાથે દોડશે તેમાં ગણતરીના જ દિવસો ગણાય રહ્યા હોય તેવું જણાય રહ્યું છે.