એજન્સી,
ન્યૂઝીલેન્ડ: વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને ફેબ્રુઆરી બાદ કોરોનાનો પ્રથમ કમ્યુનિટી કેસ નોંધાયા બાદ દેશમાં ત્રણ દિવસનું લોકડાઉનની જાહેરાત કરી છે. આ કેસ ઓકલેન્ડમાં સામે આવ્યો છે. જે બાદ આજે રાતથી જ દેશમાં લોકડાઉન લાગુ રહેશે. અર્ડર્ને વેલિંગ્ટનમાં એક સંમેલન દરમિયાન આની જાહેરાત કરી છે.
આ સિવાય ઓકલેન્ડ અને તેની આસપાસના કોરોમંડળ વિસ્તારમાં સાત દિવસ માટે લોકડાઉન લાગુ રહેશે. લોકડાઉનમાં તમામ સ્કૂલો, જાહેર સ્થળો અને મોટાભાગના વેપાર-ધંધા બંધ રહેશે. લોકોને ઘરેથી જ કામ કરવાની સલાહ આપવામાં આવી છે. બહાર નીકળવાની જરૂર પડે તો માસ્કનો ઉપયોગ કરવા અપીલ કરાઇ છે.
નોંધનીય છે કે, ન્યૂઝીલેન્ડે મોટા પ્રમાણમાં વાયરસ પર નિયંત્રણ મેળવ્યું છે. આ કારણે જ તેનું અર્થતંત્ર મહામારી દરમિયાન ટૂંકમાં જ પાટે ચડી ગયું. આપને જણાવી દઈએ કે અત્યંત ચેપી ડેલ્ટા વેરિએન્ટે પડોશી ઓસ્ટ્રેલિયાના મોટા ભાગોને લોકડાઉન હેઠળ પાછા આવવા મજબૂર કર્યા છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)