ધરમપુર: બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે. બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે. પ્રભુએ જો કોઈ અતિ નિર્દોષ વસ્તુ પેદા કરી હોય તો તે એક બાળક જ છે. પહેલાના સમયથી જ બાળકમાં સંસ્કારોનું સિંચન કરવાંમાં આવે છે. બાળક ઘરનું ઘરેણું છે નાના બાળકોમાં સારા સંસ્કારોનું સિચન થવાથી મહાનભાવિ પેઢીનું નિર્માણ થાય છે.

બાળકમાં સંસ્કારોનું સિંચન કઈ રીતથી કરવું જોઈએ? તેના માટેનો સાચો માર્ગ શું છે ? આ સવાલોનો જવાબ Decision Newsના કેમેરો જ્યારે ધરમપુરના ખોબા આશ્રમમાં પોહચ્યો ત્યારે જાણીતા સમાજ સેવક નીલમ પટેલ પોતાની દીકરી પ્રથાના પ્રકૃતિ અવતરણના દિવસે સેવા સાદાઈ અને સમભાવના સંસ્કાર સિંચન કરી રહ્યા હતા તે ચિત્રો  કેમેરો કેદ થઇ ગયા.

પોતાની દીકરી બાલ્યાવસ્થામાં જ દરેક વ્યક્તિને સમભાવની દષ્ટિએ જુએ, ત્યાગની ભાવના કેળવાઈ, સાદાઈનું મહત્વ સમજે અને પોતાના જીવનમાં સમાજસેવાના માર્ગ પર આગળ વધી પોતાનું જીવન સાર્થક કરે એવા શુભ ઉદ્દેશ સાથે તેઓ પોતાની દીકરીનો જન્મ દિવસ ઉજવવા શેહેરોના મોજ શોખવાળા વાતાવરણથી દુર ખોબા આશ્રમમાં અહી અભ્યાસ કરતા બાળકો સાથે ભાવ ભર્યું ભોજન લઇ અને પ્રકૃતિ અવતરણના દિવસે પ્રકૃતિને ભેટ સ્વરૂપે વૃક્ષારોપણ કરીને મનાવ્યો હતો.

આ પ્રસંગે લોકમંગલમના સાથીમિત્ર અજયભાઈ જોડે વાત કરતા તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં બાળક પાસે પોતાની વાત મનાવીએ થોડું અઘરું છે પરંતુ તેનામાં સંસ્કારોનું સિંચન કરવું અઘરું નથી. પ્રકૃતિ અવતરણના દિવસે આપણે આપણાં સંતાનોને કઈક એવી ગિફ્ટ આપવી જોઈએ જે તેના ભાવિ ભવિષ્યમાં કઈક અલગ વ્યક્તિત્વ નિખારી શકે. મારા મતે આપણે આવનારી આપણી આગામી પેઢીમાં સંસ્કારોનું સિચન આજના સમયની માંગ છે.

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here