વિશ્વમાં અખબારી જગતના નોબેલ ગણાતો પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટોપત્રકાર દાનિશ સિદ્દીકીનું અફઘાનિસ્તાનના કંદહારમાં અફઘાન દળો અને તાલિબાન વચ્ચેની લડાઈનું કવરેજ કરતી વખતે મોત થયાની ખબર ભારતના અફઘાન રાજદૂત ફરિદ મામુન્દઝાયે શુક્રવારે ટ્વિટ કરીને આપી હતી.

સંદેશના અહેવાલ મુજબ ભારતમાં વૈશ્વિક સમાચાર એજન્સી રોઇટર્સ માટે કામ કરતા મુખ્ય ફોટોગ્રાફર તાલિબાન અને અફઘાન દળો વચ્ચેની લડાઈનું કવરેજ કરવા બે સપ્તાહ પહેલાં જ ભારતથી કાબુલ રવાના થયા હતા. અફઘાનિસ્તાનની ટોલો ન્યૂઝ ચેનલે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, કંદહાર પ્રાંતના સ્પિન બોલ્દક જિલ્લામાં અફઘાન દળો અને તાલિબાન વચ્ચેની અથડામણનું કવરેજ કરતી વખતે દાનિશ સિદ્દીકીનું મોત થયું. આ વિષે એક અફઘાન કમાન્ડરે રોઇટર્સને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, સ્પિન બોલ્દકમાં પાકિસ્તાનની સરહદ નજીક અફઘાન દળો અને તાલિબાન વચ્ચેની લડાઈનું કવરેજ કરતી વખતે સિદ્દીકીનું મૃત્યુ થયું હતું

રોઇટર્સની વેબસાઇટ પરની પોતાની પ્રોફાઇલમાં દાનિશ સિદ્દીકીએ લખ્યું છે કે હું પોતાને રજૂ નહીં કરી શક્તા એવા કોમન મેનને રજૂ કરું છું જે પોતાની વાત રજૂ થાય તેમ ઇચ્છે છે. હું બિઝનેસ, પોલિટિક્સથી માંડીને સ્પોર્ટ્સ સુધીની ન્યૂઝ સ્ટોરીઝ કવર કરવામાં આનંદ અનુભવું છું. હું દરેક બ્રેકિંગ સ્ટોરીનો માનવીય ચહેરો કેમેરામાં કંડારું છું.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here