વ્યારા: વર્તમાન સમયમાં પર્યાવરણની જરૂરીયાત ખુદ સમજી અને આવનારા સમયમાં વૃક્ષોની સંભવિત થનારી આવશ્યકતા વિષે લોકો સુધી સમજ પ્રસાર થાય  એવા ઉદ્દેશ તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં ઇન્દુ ગામમાં આવેલ સરકારી પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસરો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

Decision Newsને મળેલી માહિતી મુજબ તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં ઇન્દુ ગામ ખાતે આવેલ સરકારી પોલિટેકનિક કૉલેજ વ્યારામાં પ્રિન્સિપાલ શ્રી. ડી. ટી. પટેલની આગેવાની હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા જીમખાના સમિતિના કન્વિનર શ્રી. જીમિલ પટેલ અને સહ કન્વિનર શ્રી. વી. ડી. ચૌધરી જણાવ્યું કે નજીકનાં ભવિષ્યમાં આખું કેમ્પસ ગ્રીન કેમ્પસ બનાવવાનાં લક્ષ્યાંક રાખી ને “મારી સંસ્થા, હરિયાળી સંસ્થા” ને કર્મસૂત્ર બનાવી સતત આ રીતના વૃક્ષારોપણનાં કાર્યક્રમ કરતાં રહીશું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થામાં માળી તરીકે ફરજ બજાવતા દિનકરભાઈનો સિંહફાળો રહ્યો હતો. જો દરેક આ રીતે પર્યાવરણની સંભાળ અને સુરક્ષિત રાખી એને બહેતર બનાવવા કટિબદ્ધ બને તો આપણું પર્યાવરણ આપણી આવનારા પેઢી આપણે ભેટ સ્વરૂપે આપી શકીએ ‘નહિ તો નહિ’