ગુજરાત: આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર કરાયું છે જેના કારણે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ખુશી લહેર છવાઈ ગઈ છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ ૧૨ના પરિણામમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.

ગુજરાતમાં ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પણ રિઝલ્ટની માર્કશિટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલમાં માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.