ગાંધીનગર: ગતરોજ સર્કીટ હાઉસ ખાતે આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની આગેવાનીમાં આદિવાસીઓની સર્વેદળીય બેઠક મળી હતી જેમાં આદિવાસી સમાજના લોકોએ પણ ગુજરાતમાં પોતાના સમાજનો મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી હતી
આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની અધ્યક્ષતામાં આદિવાસી સર્વ દળીય એકતા મંચની બેઠકમાં ચર્ચા થઇ કે આજે આઝાદીના ૭૩ વર્ષ થયા પછી પણ આદિવાસી લોકોની હાલતમાં પૂરતા પ્રમાણમાં સુધારો થયો હોય એમ ન કહી શકાય આજે રાજકીય પાર્ટીઓ અને સંગઠનોએ પોતાના ફાયદા માટે આદિવાસી સમાજમાં ભાગલા પડી દીધા છે જેના કારણે આપણે પોતાના હક્કો ભૂલી એકબીજાને નીચા પાડવામાં લાગી ગયા છે આજની માંગ છે કે આદિવાસી સમાજ સંગઠિત થાય.
આ બેઠકમાં આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ જણાવ્યું કે આપણા સમાજે પણ અન્ય સમાજની જેમ પોતાના સમાજની સંગઠિત થઇ તાકાત બતાવવાની જરૂર છે આદિવાસીઓના સંરક્ષિત ૭૩ અ જમીનો સિડયુલ પાંચ છમાં આવતા તમામ જળ જંગલ જમીન પર કબજો કરી RSSની વિચારધારાથી આદિવાસીઓને સરકાર દ્વારા વિસ્થાપિત કરવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે આદિવાસી એકતા સંઘની ઘણી માંગણીઓ અને ઠરાવ કરવા માટે આજે અહી એકઠા થયા છીએ વર્ષોથી સમાજનો ઉપયોગ કરી સંવિધાન દબાવી છિનવી લેવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે જો એમ નહિ કરવામાં આવે તો આપણી આવનાર પેઢી ખતમ થઇ જશે. જેના પગલે ગામડે ગામડે આદિવાસી સમાજના લોકોને જાગૃત કરીને સરકાર દ્વારા થતાં અન્યાયથી માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત આદિવાસીઓના હક્કો માટે સમિતિની પણ રચના કરી સરકાર સામે લડત કરવામાં આવશે.











