ગુજરાત: વર્તમાન સમયમાં જ ગુજરાત શાળા શિક્ષણ પરિષદના નેજા હેઠળ ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઇપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ હેતુ સ્વ-રક્ષણ તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સ્ત્રી અત્યાચાર કે મહિલા બળાત્કાર જેવી ઘટના રોજીંદી બનતી જોવા મળે છે. આ પ્રકારની ઘટના અટકાવવા મહિલા સ્વરક્ષણ પૂરૂં પાડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદએ તમામ જિલ્લા શિક્ષણાધિકારી માટે પત્ર પાઠવ્યો છે. પત્રમા જણાવ્યા મુજબ ઘોરણ-6થી 12ની વિદ્યાર્થીની શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે અભ્યાસ કરી શકે તે હેતુ સ્વ-રક્ષણનો અભિગમ અપનાવાયો છે. વિદ્યાર્થીનીઓને ખાસ કોચના માધ્યમથી તાલીમ અપવામાં આવશે. સપ્ટેમ્બર – 2021માં તાલીમ કાર્યક્રમ શરૂ કરી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે
જો કે અમુક શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીનીઓને પહેલાંથી જ તાલીમ અપાતી હતી. પરંતુ હવે સ્વરક્ષણ હેતુ વિદ્યાર્થીનીઓને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. શિક્ષણ પરિષદના નેજા હેઠળ વિદ્યાર્થીનીઓને તાલીમ મળતાં તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો અને હિંમત મળશે. તથા સંકટ સમયે વિદ્યાર્થીનીઓને લડી શકશે.











