ખેરગામ: હાલમાં જ નવસારીના ખેરગામ તાલુકા ખાતે BTTS સંગઠનના કાર્યકર્તાઓએ દેશમાં ચાલી રહેલી બેરોજગારી અને મોંઘવારીનો વિરોધમાં બેનરોના હવનનું હવન કરવામાં આવ્યું હતું જે મુદ્દે ખેરગામ પોલીસે શકમંદ ચાર યુવાન સામે સામાજિક અંતર નહીં જાળવવાનો અને જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ વિતેલા રવિવારના રોજ BTTS સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ખેરગામ તાલુકામાં પાણીખડક ગામમાં સર્કલ પાસે બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં વિવિધ સૂત્રોવાળા બેનરોનું હવન કરી ભાજપ સરકારનો અનોખો વિરોધ કર્યો હતો જેની જાણ પોલીસને થતાં જ ખેરગામમાં પોલીસ કાર્યક્રમ સ્થળ પર દોડી આવી હતી અને BTTS કાર્યકરો ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ કર્યાના મુદ્દે ખેરગામના વડપાડા ગામના મિતેશભાઈ પટેલ, ખેરગામ બાવળી ફળિયાના અંકુરભાઈ પટેલ, વાડ ડુંગરી ફળિયાના ભૂમિતભાઈ પટેલ, જામનપાડા ગવળા ફળિયાના પંકજભાઈ પટેલ સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ મુદ્દા પર Decision Newsએ નવસારી જિલ્લાના BTTSના ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજ પટેલ કરી તો તેમણે જણાવ્યું કે દેશનો દરેક નાગરિક પોતાનો પોતાના અધિકાર માટે લડી શકે છે અમારા કાર્યકર્તાએ પોતાના હક મેળવવા માટે અને આ બહેરી સરકારને જાગૃત કરવા આ પ્રકારનો વિરોધ કર્યો હતો જો સરકાર બેરોજગારી અને મોંઘવારીની સમસ્યાનું નિવારણ ન કરે તો અમે આવનારા સમયમાં હજુ પણ આંદોલનના માર્ગે જઈ શકીએ છીએ