વલસાડ: હાલમાં ગુજરાતના જીલ્લાઓ તથા પડોસી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે અને ત્યાંથી આવતા સહેલાણીઓ દ્વારા કોરોના સંક્રમણ વધવાની શક્યતા જણાઈ રહી છે તેને અનુશરતા વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોને બંધ કરવા માટે વલસાડ જિલ્લા કાલેકટર દ્વારા નોટીસ જાહેર કરવામાં આવી છે.

વલસાડ જિલ્લા કાલેકટર દ્વારા નોટીસ જાહેર કરવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લામાં આવતા પ્રવાસન સ્થળોને બંધ કરવામાં આવેલ છે, જેવા કે તિથલ દરિયા કિનારો અને વિલ્સન હિલને બંધ કરેલ છે. તિથલ દરિયા કિનારો અને વિલ્સનહિલને શનિવાર અને રવિવાર તથા તહેવારો તથા જાહેર રજાના દિવસે બંધ કરવાનો વલસાડ જિલ્લા કલેક્ટર આદેશ આપવામાં આવ્યો છે.

હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને વલસાડ જિલ્લાના તિથલ, દરિયા કિનારો તથા ધરમપુર તાલુકાના વિલ્સનહિલના પ્રવાસે આવનાર પ્રવાસીઓ માટે કોરોના સંક્રમણ ન વધે તે માટે કોવીડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવવામાં આવેલ છે, જેનો ચુસ્તપણે અમલ કરવા તથા સ્થાનિક રહેવાસીઓને કનડગત ન થાય તેની તકેદારી રાખવાની વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.