પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

સુરતઃ વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં પણ યુવક અને યુવતીઓ લીવઈન રિલેશનશીપમાં મોટા પ્રમાણમાં રહેતા જોવા મળી રહ્યા છે. પણ ક્યારેક આ સંબંધોનું પરિણામ ધાર્યા કરતા ઉલટું આવે છે. આ પ્રકારનો જ કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટના વતની વતની અને હાલ પરવત પાટિયાગામમાં પટેલ ફળિયામાં રહતી મહિલા જ્યોતિના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા પરિવરે ઉત્તર પ્રદેશ ખાતે તિવારી નામના યુવાન થયા હતા પણ છેલ્લા કેટલાક સમયથી લગ્ન જીવન બરાબર ન ચાલતું હોવાને લઈને આ મહિલા પોતાના પતિને છોડી છૂટાછેડા લઈને સુરત રહેતી હતી

કેટલાંક સમયથી જયોતિ એક વર્ષ અગાઉ દિપક નામના યુવક સાથે પ્રેમસબંધ થઈ જતા તેઓ લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. જોકે, ગતરોજ કોઈ બાબતે આ યુવક સાથે માથાફૂટ થયા બાદ આ મહિલાએ પોતાના ઘરની છત સાથે સાડી વડે ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે  હતો. સ્થાનિક પોલીસને બનાવની જાણકારી મળતા તાત્કાલિક પહોંચીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ કામગીરી  ચાલુ કરી દીધી છે.