ચીખલી: જિલ્લામાં હાલ જોઈએ તો અકસ્માતોના પ્રમાણમાં ખુબ જ વધારો થયો છે ત્યારે આજ રોજ ૧૦ વાગ્યાની આસપાસના સમયગાળામાં ચીખલી તાલુકા માંડવખડક ગામમાંમાંથી પસાર થતા ખેરગામ હાઇવે પર GJ-15-GG- 6275 CD ડોન અને GJ-21-BE-5447 નંબરની મોપેડ બાઈક સાથે અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર જ બે વ્યક્તિઓનું મોત નીપજ્યું હતું જ્યારે એકની હાલત ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર અકસ્માત ભોગ બનનાર બાઈક સવાર માંડવખડક અને ઢોલુંબર ગામના જયારે અન્ય યુવાનો આહવાના હોવાનું જાણવા મળે છે સવારના ૧૦ વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો જેમાં બંને બાઈક સવારનું મૃત્યુ થયું જ્યારે પાછળ બેઠેલા સવારને પણ ગંભીર ઈજા પોહચી છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અકસ્માત સ્થળે પોહચી ગઈ હતી જેના કારણે તેને સારવાર હેઠળ વલસાડ કસ્તુરબા હોસ્પીટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા સવારોનું PM માટે સિવિલમાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે

આ જીવલેણ અકસ્માતમાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ઘટના સ્થળે હાજર અને આ અકસ્માતને પોતાની નજરે જોનારા લોકો જણાવે છે કે બંને બાઈક ખુબ જ સ્પીડમાં હતી અને બંને બાઈક ચાલકો સામ-સામે આવી જતા ગભરાહટમાં આ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.