દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો  10 જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે.

આ ઉપરાંત અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (BSP), ભારતીય સામ્યવાદી પક્ષ (CPI), ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી (SP) જનતાદળ સેક્યુલર (JDS) અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન (AIMIM), ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) સહિતના અન્ય અને અપક્ષ ઉમેદવારો પણ કોર ચૂંટણીમાં જંગમાં ઉતર્યા છે.

સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામો આવનાર સમય જ નક્કી થશે પણ એ વાત આ ચુંટણી દરમિયાન તમામ પક્ષો પોત-પોતાનું વિજય ધ્વજા લહેરાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે હવે જોવું એ રહ્યું છે સ્થાનિક મતદારોનો નિર્ણય શું કરે છે.