બૉલીવુડ અભિનેતા રણવીર સિંહે ગુરૂવારે જાહેરાત કરી છે કે મોસ્ટ અવેટેડ ફિલ્મ 83ને આ વર્ષે 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. એક વર્ષથી વધારે વિલંબ પછી રણવીર સિંહની ફિલ્મ 83ને આખરે નવી રિલીઝ ડેટ મળી ગઈ છે.

અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફૅન્સ સાથે આ ખુશખબરી શૅર કરી છે. જેમાં લખ્યું હતું, ‘4 જૂન 2021ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં.’ આ ફિલ્મમાં રણવીર સિંહ ફિલ્મમાં મહાન ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં નિભાવી રહ્યો છે.

આ ફિલ્મમાં 1983માં રમાયેલા ભારતને પહેલો ક્રિકેટ વર્લ્ડ કપની કહાની છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ રણવીર સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં છે. મધુ મંટેના, સાજિદ નડિયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા ફિલ્મનું સહનિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here