ચીખલી: ક્યારેક ક્યારેક વિકાસના થતા કામો પણ અકસ્માત થવાના કારણભૂત બનતા હોય છે આવી જ એક ઘટના આજે સામે આવી છે વાત એમ બની કે ચીખલીથી રાનકુવા જતા રસ્તાનું કામ ચાલુ હતું જેના કારણે એક આઈસર -GJ-16-W-9009 અને સ્વીફ્ટ ડીઝાસ્ટર-GJ-24-AA-1413 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આજે રોજ ચીખલી તાલુકાથી રાનકુવા જતા જલારામ સોસાયટીની સામે આઈસર ટેમ્પો રસ્તાનું કામ ચાલુ હોવાના કારણે રોંગ સાઈટ પર જતા સ્વીફ્ટ ડીઝાસ્ટરને અડફેટે લીધી હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માતમાં ઈજા પામેલા સવારોને ચીખલીની આલીપોર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આજે ૫ વાગ્યાની આસપાસ આઈસર અને સ્વીફ્ટ ડીઝાસ્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રાહતની વાત છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી હતી. બનાવ વિષે વાત કરવામાં આવે તો આ અકસ્માત રસ્તાનું કામ ચાલુ હોવાના કારણે બન્યો એવું કહી શકાય આઈસર ટેમ્પો રોંગ સાઈટ પરથી આવતા હોવાથી સ્વીફ્ટ ડીઝાસ્ટરને ટક્કર લાગી જેના મોટા કારણે મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.