ગુજરાત: વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારે બહાર પડેલા જાહેરનામા મુજબ 15 ફેબ્રુઆરીથી નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવશે. જેની સીધી અસર સ્થાનિક વાહન ચાલકોને થશે. મહત્વની વાત એ છે કે ફાસ્ટેગ મેળવ્યાં બાદ સ્થાનિક કાર ચાલક માસિક પાસ ન મેળવે અને બગવાડા ટોલ પ્લાઝા પરથી પસાર કરવામાં આવશે તો તેમના ખાતામાંથી 24 કલાકના કુલ રૂ.110 કપાશે. જેમાં એક તરફ જવાના રૂ.70 તથા પરતના રૂ.40નો કપાઈ જશે.
આ જાહેરનામાં અનુસાર સોમવાર રાત્રે 12 વાગ્યાથી ફાસ્ટેગ વગરના વાહન ચાલકો પાસે ડબલ નાણાં વસુલ કરાશે. કેશની લાઇન બંધ કરી દેવાતાં હવે ફાસ્ટેગ વગરના વાહન ચાલકો ડબલ ચાર્જ ચુકવ્યાં વગર જવા દેવામાં આવશે નહિં. આમ ફાસ્ટેગ ફરજિયાતથી સ્થાનિક વાહન ચાલકોની સાથે અન્ય રાજયના વાહન ચાલકોએ પણ ફાસ્ટેગ વગર વધારે નાણાં લેવામાં આવશે.
ફાસ્ટેગ દરેક ટોલ પ્લાઝા પર ફરજિયાત છે. જેથી સ્થાનિક વાહન ચાલકોએ અન્ય જિલ્લામાં જવા માટે ફાસ્ટેગ લેવું ફરજિયાત છે. સરકારે ફાસ્ટેગ ફરજિયાતના જાહેરનામાં બહાર પાડી પોતાના નિર્ણય કરી દીધો છે હવે જોવું એ રહ્યું કે જનતા શું નિર્ણય લેશે.