કેરળ: દેશમાં કેરલના વાયનાડના એક આદિવાસી વિસ્તાર એટલો પછાત છે કે અહી સ્કૂલ અને અભ્યાસ વિશે કોઇ જાણતું નથી. પ્રાથમિક સુવિધાઓનો અહી સદંતર અભાવ છે. અહી બાળકો જંગલમાં રહીને બાળકો માતાપિતા સાથે રહી હથિયારો બનવવાનું કામ કરતા હોય છે. પરંતુ સપના જોવા વાળાને ક્યાં વિસ્તાર કે અડચણો દેખાય છે એ તો પોતાના સપના પુરા કરવા કોઈ પણ પરિસ્થિતિ સાથે બાથ ભીડી પોતાનું લક્ષ્ય મેળવી જ લે છે.

આવું જ સપનું આ વિસ્તારના એક મનરેગા મજૂરની દીકરી જોયું અને ગામની પ્રથમ IAS બની ઇતિહાસ રચી દીધો છે. આપણે વાત કરી રહ્યા છે શ્રીધન્યા સુરેશની, તેણે સંઘર્ષની તમામ વિપરીત પરિસ્થિતિમાં IAS બની સૌ ને ચોકાવી દીધા છે.

શ્રીધન્યાના પિતાએ કહ્યું કે, અમારુ જીવન મુશ્કેલ ભર્યું હતું પરંતુ અમે ક્યારેય બાળકોના શિક્ષણ સાથે સમાધાન નથી કર્યું. આજે શ્રીધન્યાએ અમને અણમોલ ભેટ આપી છે જેના માટે અમે સંઘર્ષ કરતા રહ્યા. અમને તેના પર ગર્વ છે. શ્રીધન્યાએ સેન્ટ જોસેફ કોલેજમાંથી જૂલોજીમાં ગેજ્યુએટનો અભ્યાસ કર્યો બાદમાં કાલીકટ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગેજ્યુએશન કર્યું.

કોલેજના સમયથી તેની સિવિલ સેવામાં રસ પડવા લાગ્યો તો તેણે જાણકારી એકઠી કરવા લાગી. તેણે UPSC માટે ટ્રાઇબલ વેલફેર દ્વારા ચલાવવામાં આવી રહેલા સિવિલ સેવા ટ્રેનિંગ કેન્દ્રમાં કેટલાક દિવસ કોચિંગ લીધું. બાદમાં તે તિરુવનંતપુરમ જતી રહી અને ત્યાં તૈયારીઓ કરી. આ માટે અનુસુચિત જનજાતિ વિભાગે શ્રીધન્યાને આર્થિક મદદ કરી હતી.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્રીધન્યા કેરલમાં જ અનુસુચિત જનજાતિ વિકાસ વિભાગમાં ક્લાર્કના રૂપમાં કામ કરવા લાગી. કેટલાક સમય વાયનાડમાં આદિવાસી હોસ્ટેલની વોર્ડન પણ રહી. એક IAS અધિકારનું સન્માન જોઇ શ્રીધન્યા ખૂબ પ્રભાવિત થઇ ગઇ હતી. ત્યારથી તેણે નક્કી કર્યું કે તે અધિકાર બનીને રહેશે.

શ્રીધન્યાએ સિવિલ સેવા પરીક્ષામાં 2018માં 410 રેન્ક હાંસલ કર્યો હતો. શ્રીધન્યાએ કહ્યું કે, એ સમયે મારા પરિવાર પાસે એટલા રૂપિયા નહોતા. આ વાત મારા મિત્રોને થઇ તો તેમણે ભેગા થઇને ચાલીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં હું દિલ્હી પહોંચી હતી. નોંધનીય છે કે શ્રીધન્યાએ ત્રીજા પ્રયાસમાં આ સફળતા મેળવી હતી. કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ તેમને મુલાકાત લીધી હતી.

અહીથી કોઇ આદિવાસી IAS નથી બન્યું. મને આશા છે કે મારી સિદ્ધિ આવનારી પેઢી માટે આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે પ્રેરિત બનશે. શ્રીધન્યાએ કહ્યું કે, સફળ થવાની જીદ તમને સફળતા અપાવી શકે છે. કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ શ્રીધન્યાની સફળતાની પ્રશંસા કરતા ટ્વિટ કરી તેને અભિનંદન પાઠવ્યું છે.