દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ધરમપુર: બોપીના ગામના સરપંચ મણીલાલ દલુભાઈ ગાંવીતે રાત્રીના તેમના ઘરની બાજુમાં બે ગાળાના બનાવેલા શેડમાં પાર્ક કરવામાં આવેલી કારમાં રાત્રીના સમય દરમિયાન આશરે ૧:૦૦ વાગ્યાના બાજુ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાવવી જવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે નિયમિત રીતે સરપંચ દ્વારા પોતાની કાર પાર્ક કરી હતી તેમાં રાત્રીના ૧:૦૦ વાગ્યાની આસપાસ  કારમાં અચાનક ધડાકો થતા સરપંચ તેમની પત્ની અને પિતા જાગી ગયા અને કાર પાસે જઈને જોયું તો કારની ડ્રાઇવર સાઈડે વ્હિલ પાસે તથા ડ્રાઇવર સીટ પાસે આગળના ભાગે આગ લાગેલી જોવા મળી હતી. જેથી તેમણે ઘરમાંથી ચાવી લાવી રિમોટથી લોક ખોલી ચારે દરવાજા ખોલી નાખ્યા હતા. અને ઘર પાસેના ભૂગર્ભ ટાંકીમાંથી પરીવારે ડોલથી પાણી છાંટી આગ ઓલવી નાંખી હતી. સરપંચની કહેવું છે કે કારના વ્હિલ તથા ડેશબોર્ડ તથા કાચ સળગી જતા આશરે રૂપિયા એક લાખનું નુકશાન થયું છે.

સ્વ તપાસ દરમિયાન મળેલા પુરાવા લઇ એટલે કે કાર પાસે કેરોસીનની ગંધ આવતી એક નાની પ્લાસ્ટિકની અર્ધ બળેલી બોટલ અને પડેલી માચીસ મણીલાલભાઈ ગાંવીતે અત્રેના પોલીસ મથકે તેમની કારને કોઈક વ્યક્તિએ પ્લાસ્ટિકની બોટલમાં કેરોસીન લાવી ટાયર પર છાંટી સળગાવી નાશી છૂટ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે .