પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનાં કેસની ગતિ મંદ થઇ છે પરંતુ હજુ પણ લોકોએ સાવધાની રાખવાની જરૂરિયાત ઘણી છે હાલમાં  કોરોનાનાં કેસ ઓછા જરૂર થયા છે પણ પૂરી રીતે આ વાયરસ આપણા જીવનથી અલગ થયેલો નથી. ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજે છેલ્લા ૨૪ કલાકમાં આજે નવા કેસની સંખ્યા ૨૬૮ નોંધવામાં આવ્યા છે.

છેલ્લા લાંબા સમય કોરોનાનાં કેસમાં થોડો એવો ઉછાળો પાછલા દિવસની સરખામણીએ જોવામાં આવી રહ્યો છે. જો કે સંક્રમણનો આંકડો વધ્યો છે પણ ગુજરાત માટે છેલ્લા ઘણા દિવસોથી કોરોના કંટ્રોલમાં હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે મૃત્યું આંક ૦૨ રહ્યો હતો.

આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૬૮ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૨,૬૪,૭૧૮ પર પહોચ્યો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૦૨ દર્દીઓનાં મૃત્યુ થયા છે. કુલ એક્ટિવ કેસોની સંંખ્યા ૧, ૭૬૭ પર પહોંચી ગઇ છે. આજે ડિસ્ચાર્જ છયેલા દર્દીઓની સંખ્યા ૨૮૧ પર પહોંચી છે, જ્યારે ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૨,૫૮,૫૫૧ નોંધાઈ છે.