વલસાડ: ધરમપુર તાલુકામાં કોંગ્રેસથી નારાજ યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામાં આપ્યા બાદ અપક્ષ દાવેદારી કરી છે. નાની ઢોલડુંગરી તાલુકા પચાયત સીટ પરથી કલ્પેશ પટેલે કોંગ્રેસમાંથી ટિકિટની મંગણી કરી હતી.
ચૂંટણીમાં આવા સમયે રાજકીય નેતાઓ ક્યારે પક્ષ પલટો કરે એ પણ કંઇ કહી ના શકાય છેલ્લી ઘડીએ ગમે તે પાર્ટીમાં નેતાઓ જોડાતા રહે છે અને રાજકીય રીતે દબાણ ઉભુ કરી બદલા લેતા હોય છે. ધરમપુર તાલુકામાં કોંગ્રેસથી નારાજ યુથ કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા બાદ અપક્ષ દાવેદારી નોંધાવી છે.
કલ્પેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા પહેલા ધરમપુરના બિરસા મુંડા સર્કલ પર હાર પહેરાવી આદિવાસી નૃત્ય કરી અને બાદમાં તેમના સમર્થકો સાથે ધરમપુર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા કલ્પેશ પટેલની જગ્યાએ અન્ય ઉમેદવારને ચલાવતા કલ્પેશ પટેલે અપક્ષ દાવેદારી નોંધાવવાનો નિર્ણય કર્યો હતો.