દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

નવસારી: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે. તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બીજા દિવસે કોંગ્રેસમાંથી પાંચ ઉમેદવારી નોંધાવી જયારે ભાજપ દ્વારા ઉમેદવારીની યાદી જાહેર કરવામાં આવી નથી. જિલ્લા પંચાયતની ખૂંધ બેઠક પરથી કોંગ્રેસમાંથી બામણવેલના મંજુલાબેન ગુલાબભાઈ પટેલે ચૂંટણી અધિકારી D.D.જોગીયાએ  ઉમેદવારી કરી છે. વાંઝણા બેઠક પરથી કોંગ્રેસમાંથી આનંદકુમાર નવીનચંદ્ર પટેલ ઉમેદવાર તરીકે ઉભા થયા છે.

તાલુકા પંચાયતની વાંઝણા બેઠક પર કોંગ્રેસમાંથી નરદેવભાઈ પરભુભાઈ પટેલ, નોગામાં બેઠક પરથી દર્શનાબેન હિતેશભાઈ પટેલ, ભાવિનીબેન ભુપેશભાઈ પટેલ અને બામણવેલ બેઠક પરથી યોગેશ રમેશ પટેલે તાલુકા પંચાયતની બેઠક ઉપર ઉમેદવારી પત્રક ભર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભાજપમાં ખાસ કરીને માંડવખડક, કુકેરી, વાંઝણા જિલ્લા પંચાયતની બેઠકો ઉપર દાવેદારોની સંખ્યા વધુ હતી. યાદી જાહેર ન થતા દાવેદારો અને તેમના સમર્થકો મૂંઝવણમાં મુકાયા છે. ચીખલી તાલુકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરની સ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ ફોર્મ લેવામાં આવ્યા છે.