પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી: વાંસદા તાલુકાના ખંભાળિયા ગામે એક યુવાને યુવતીને ૧૬ વર્ષની સગીર હતી ત્યારથી પ્રેમના સંબધમાં યુવતિ સાથે શારીરિક સંબધ બાંધ્યા બાદ હવે લગ્ન કરવાની ના પડી દેતા યુવતીએ વાંસદા પોલીસ મથકે યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો ગઈ કાલે નોધાવવામાં આવ્યો હતો

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકાના ખંભાલીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા જયદીપ સુમનભાઈ પટેલને વર્ષ ૨૦૧૪માં ૧૬ વર્ષની એક સગીરા સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેને પછી લગ્ન કરવાની લાલચ આપી ૨૦૧૪થી આજ દિન સુધી વાંરવાર શારીરિક સંબધ બાંધ્યા હતા.

જયદીપ પટેલે સગીરા લગ્ન કરવાની લાલચ આપી અવાર-નવાર શરીર સુખ માણતો રહ્યો અને હવે અચાનક લગ્ન કરવાની ના પડી દેતા જયદીપ પટેલ વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે તેની પ્રેમીકાએ બળાત્કારનો કેસ નોંધાવતા વાંસદા પોલીસ મથકના સીનીયર PSI વિરેન્દ્ર્સિંહ એન. વાઘેલાએ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધ્યો છે જેની વધુ તપાસ સર્કલ PI એમ બી રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.