હું મહારષ્ટ્રના ધુલિયા જીલ્લામાંથી આવું છુ અને મારો તાલુકો સાકરી છે અને મારું નાનકડું સાકરે ગામ છે હું આદિવાસી જનજાતિમાંથી આવું છુ મને નાનપણમાં જયારે સ્કુલમાં ભણતો હતો ત્યારથી જ મને ડ્રોઇગ નો ખુબજ શોખ છેકેટલાક સ્કેચ બનાવવા અને માટીનીમૂર્તિઓ બનવવાની કે પછી કઈંક પણ નાની મોટી વસ્તુઓ બનાવતો હું ધોરણ બાર પછી ૧૨ આર્મીની ટ્રેનીગ માટે ઔરંગાબાદ ગયો ત્યાં મને યશવંત કલા વિદ્યાલયની માહિતી મળી આ વિદ્યાલયમાં હું ડીપ્લોમાં કોર્ષમાં જોડાયો અને ત્યાં અમારા વિસ્તારના શિક્ષક હતા જે ત્યાં સ્ટેચ્યુ બનાવતા હતા તેમની સાથે મુલાકાત થઇ હું ત્યાં દરોજ જવા લાગ્યો અને હું મૂર્તિઓ બનાવતો ફરીથી શરુ થયો અને એ શિક્ષકે મારી લુપ્તપ્રાય બનતી જતી શિલ્પકારની આવડતને આકાર આપવાનું કામ કર્યું મારી કોલેજ પણ મેં ચાલુ રાખી અને શિલ્પ કામ પણ ચાલુ રાખ્યું હતું અને હું સર J.J મહાવિદ્યાલયમાં ભણવાના સપના સેવવા લાગ્યો હતો અને આજે હું આ મહાવિદ્યાલયમાં બીજા વર્ષમાં ભણી રહ્યો છુ હાલમાં હું કોલેજની સાથે સાથે ઓડર મળેલી મૂર્તિઓ બનાવવાનું કામ પણ કરું છું મેં શિલ્પમાં બિરસામુંડા,જયપાલ સિંહ મુંડા,બાલા સાહેબ ઠાકરે જેવા જાણીતા વ્યક્તિઓના બનાવ્યા છે એની સાથે ઓડર પ્રમાણે અન્ય વ્યકતીઓના પણ બનાવ્યા છે કોઈ પણ પ્રકારની શિલ્પ બનાવવાની મારામાં આવડત છે લોકડાઉન દરમિયાન હું મુંબઈથી શિલ્પનું સામાન લાવી ઘરે મૂર્તિઓ બનાવું છુ
મેં આદિવાસી એકતા પરિષદના પ્રમુખ અશોકભાઈ ચોધરી માટે એક બિરસા મુંડાની શિલ્પ ભેટ આપવા બનાવી હતી મારી બનાવેલી બિરસાનું શિલ્પ દક્ષિણ ગુજરાતના ખેરગામ તાલુકામાં સ્થાપિત કરવામાં આવ્યું છે ત્યાર પછી નિકુંજભાઈ સાથે મુલાકાત થઇ અને એમના કહેવાથી મેં એક બીજા બિરસામુંડાની શિલ્પ બનાવ્યું જે વાંસદાના વાંદરવેલા ગામમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ગુજરાતમાં આવવું બહુજ ગમે છે ગુજરાતના લોકો ખુબ જ ગમે છે તેમની સાથે જલ્દી મિત્રતા થઇ જય છે મારી ઈચ્છા તો ગુજરાતમાં જ રહેવાની છે મારું સપનું છે કે મુંબઈ અથવા અમદાવાદમાં એક શિલ્પનો એક પોતાનો સ્ટુડિયો ખોલવા માગું છુ અને ભવિષ્યમાં વિદેશોમાં પણ મારી બનાવેલી શિલ્પોનું પ્રદર્શન કરવા માગું છુ મારું માનવું છે કે દરેક વ્યક્તિએ પ્રકૃતિને બચાવવાની જવાબદારી ઉપાડવી જોઈએ અને વર્ષમાં એકાદ વૃક્ષ ઉગાડવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.