પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણથી 1 નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.43 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 355 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,56,670 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2379 એક્ટિવ કેસ છે, જેમાંથી 24 લોકો વેન્ટિલેટર પર અને 2355 લોકો સ્ટેબલ છે. આજે મહિસાગરમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4395 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 64, અમદાવાદ કોર્પોરેશનમાં 53, રાજકોટ કોર્પોરેશનમાં 35 , સુરત કોર્પોરેશનમાં 30, વડોદરામાં 11, મહેસાણા 7, રાજકોટ 7, કચ્છ 5, આણંદ-4, ગાંધીનગર 4, ગાંધીનગર કોર્પોરેશન-4, જામનગર કોર્પોરેશન-4, સાબરકાંઠા 3 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 5,55,179 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 13,625 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.