દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાનાં ગઈકાલે બારીપાડાથી ભાપખલને જોડતા આંતરિક માર્ગમાં પીકઅપ વાને બાઈક સવારોને અડફેટે લેતા માર્ગની સાઈડમાં પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત થવા મામ્યો. રાહતની વાત છે કે કોઈ જાનહાની થઇ નથી.

મળેલી માહિતી પ્રમાણે શુક્રવારે બારીપાડા ગામ તરફથી ભાપખલ તરફ જઈ રહેલી પીકઅપ વાન નં. GJ-15-Z-5450 ના ચાલકે જે ભાપખલ ગામ તરફથી આવતી અને કામ અર્થે શામગહાન તરફ જઈ રહેલા યુવાનોની બાઈક નં. GJ-30-C-1750 ને બારીપાડાથી ભાપખલને સાંકળતા આંતરીક માર્ગનાં ચઢાણમાં અડફેટેમાં લેતા ગંભીર અકસ્માત થયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પીકઅપ વાન ચાલકે બાઈક સવારોને અડફેટે લીધા બાદ સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા માર્ગનાં સાઈડનાં ખાડામાં ખાબકી પલટી મારી ગઈ. ઘટિત ઘટનામાં પીકઅપ વાન સહિત બાઈકને નુકસાની થયું હતું. ચાલક સહિત બાઈક પર સવારોને નાની-મોટી ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે શામગહાન CHCમાં લઇ જવામાં આવ્યા હતા.