તાપી નજીક સુરત-ધુલિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વ્યારાના બાજીપૂરા નેશનલ હાઈવે નં. 53 પર ખાનગી ટ્રાવેલ્સની બસ ટેન્કર પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં ૩ વ્યક્તિના મોત નીપજ્યા છે જયારે સાત વ્યક્તિ ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ માલેગાંવ થી સુરતના લીંબયાતની મીઠીખાડી ખાનગી બસમાં શેખ પરિવાર જાન લઈને જતો હતો ત્યારે આ ખાનગી ટ્રાવેલ્સ બસને આ અકસ્માત નડ્યો છે. ટેન્કરની પાછળ બસ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રથામિક તબક્કે જાણવા મળ્યું છે. આ ગમ્ખાવર અકસ્માતમાં 3 જણાના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.