પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

રાજ્યમાં અન્ય પ્રદેશની જેમ દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ચુકી છે ત્યારે  ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાની ૨૭ બેઠકો પર વર્તમાન સમયમાં થયેલી કોંગ્રેસનાં કદાવર નેતાના પક્ષ પલટાની રાજનીતિ ના કારણે આ વખતે લોકો દ્વારા ચુંટણીના સમીકરણો બદલાવાની સંભાવના સ્થાનિક સ્તર પર દેખાય રહી છે.

ઉલ્લેખનીય છે કે આદિવાસીઓની ૯૭ ટકા વસતિ ધરાવતા ડાંગ જીલ્લામાં વર્ષ-2015માં ડાંગ જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકમાંથી 9 કોંગ્રેસ અને 9 ભાજપના ફાળે ગઈ હતી ત્યાર બાદ સત્તા પક્ષ દ્વારા શામ, દામ અને દંડની નીતિ સાથે કોંગ્રેસનાં એક જિલ્લા સદસ્યને પ્રથમ સામાન્ય સભામાં ગેરહાજર રાખતા ડાંગ જિલ્લા પંચાયતનું અઢી વર્ષ માટેનું શાસન ભાજપે શાસન ચલાવ્યું અને તે બાદ ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓએ અઢી વર્ષનાં ટર્મ માટે એકબીજાને ટેકો કરી ભાજપાનાં મેન્ડેટ પર ચૂંટાયેલી મહિલા ઉમેદવારને ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે અને કોંગ્રેસનાં મેન્ડેટ પર ચૂંટાયેલા ઉમેદવારને જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ તરીકે આરૂઢ રહ્યા હતા.

આમ જોઈએ તો ડાંગ જિલ્લામાં વર્તમાન 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં કદાવર નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપાનો કેસરીયો ધારણ કરી લેતા ડાંગ જિલ્લાનો રાજકીય માહોલ બદલાયો છે. તેથી લોકોમાં રોષ દેખાય રહ્યો છે લોકો આ પક્ષ પલટાની રાજનીતિના કારણે આ વખતે કદાચ આ ચુંટણીના સમીકરણો બદલી નાખશે એવો એક અંદાજ સોશ્યલ એક્ટીવિસ્ટો લગાવી રહ્યા છે

આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક લોકો ભાજપા અને કોંગ્રેસ કે પછી અન્ય પક્ષને વિજયી કળશ ઢોળશે અને લોક નિર્ણય શું હશે એ કહેવું હાલ મુશ્કેલ છે એનો જવાબ આવનાર સમય જ આપશે.