ઓસ્ટ્રેલિયાની સામે જોરદાર જીત મેળવ્યા બાદ વાપસીથી પોતાના જુસ્સાનું શાનદાર પ્રદર્શન રજૂ કરનારી ભારતીય ટીમ હવે વિરાટ કોહલીની આગેવાનીમાં આજથી શરૂ થનારી ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ઈંગ્લેન્ડની ટીમનો સામનો કરશે. જેમાં બંને ટીમોની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં સ્થાન મેળવવા પર ટકેલી રહેશે. કોરોનાને કારણે લાંબા બ્રેકના કારણે ભારતમાં એક વર્ષથી પણ વધુ સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઇ રહી છે. તેના માટે સામે ઈંગ્લેન્ડ જેવી મજબૂ ટીમ છે, જેની આગેવાની જો રૂટ જેવો ધાકડ બેટ્સમેન કરી રહ્યો છે.

જો રૂટ પોતાની 100મી ટેસ્ટ મેચ આજે રમી રહ્યો છે. ભારતીય ટીમને કોહલીની વાપસીથી મજબૂતી મળી છે જે ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ બાદ પેટરનિટી લીવ માટે સ્વદેશ પરત ફર્યો હતો. ભારતે ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં ચમત્કારિક પ્રદર્શન કરીને સીરીઝ 2-1થી જીતી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડની શ્રીલંકા સામે 2-0ની ક્લીન સ્વીપ કરીને અહીં પહોંચી છે. તેથી આ સીરીઝમાં મેચ રોમાંચક થવાની શક્યતા છે.

ઈંગ્લેન્ડની ટીમઃ જો રૂટ (કેપ્ટન), ઓલી પોપ, ડેનિયલ લોરેન્સ, ડોમનિક સિબલે, મોઈન અલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, રોરી બર્ન્સ, જોસ બટલર (વિકેટકીપર), બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, ડોમનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને ઓલી સ્ટોન.

ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, એસ. નદીમ