પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાતની નવસારી જિલ્લાની નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલીથી બિલકુલ અલગ ચિત્ર વાંસદા અને ખેરગામમાં છે આ બે તાલુકા પંચાયતો વાંસદા અને ખેરગામની તમામ બેઠકો અનામત જાહેર થઇ છે. આ બન્નેના પ્રમુખ અનુસૂચિત અદિજાતિના છે. નવસારી જિલ્લામાં કુલ ૬ તાલુકા પંચાયતો છે, જેની ચૂંટણી થોડા સમયમાં થઈ છે.

તાલુકા પંચાયતોની તમામ બેઠકો અનામત અને બિન અનામતની જાહેરાત કરી દેવામાં આવી છે. કુલ ૬ માંથી ૪ તાલુકા પંચાયતો નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલીમાં જે બેઠકો છે તેમાં બેઠકો અનામતની સાથે બિન અનામત સામાન્ય બેઠકો છે. પરંતુ તાલુકા પંચાયત વાંસદા અને ખેરગામમાં આવુ નથી. વાંસદા તાલુકા પંચાયતની તમામ ૨૮ અને ખેરગામ તાલુકા પંચાયતની તમામ ૧૬ બેઠકો અનામત છે. વાંસદા તાલુકા પંચાયતની કુલ ૨૮માંથી ૨૫ બેઠકો તો અનુસૂચિત આદિજાતિ અનામત છે.

જ્યારે અન્ય ૩  બેઠકોમાં ૨ બેઠકો સા.શૈ.પછાત વર્ગની અને ૧ બેઠક અનુસૂચિત જાતિની છે. અહીં ઉલ્લેખનીય છે કે ઉક્ત બન્ને તાલુકા પંચાયતોમાં પ્રમુખની બેઠક પણ અનામત છે. વાંસદામાં એસટી અને ખેરગામમાં ST મહિલા પ્રમુખ હશે