વર્તમાન સમયમાં મોટા પ્રમાણમાં પ્રચલિત બનેલી લિવ-ઇન રીલેન્શીપમાં યુવાન-યુવતીના સાથે રહેવાના કારણે યુવતીને ગર્ભવતી બનાવી છોડી દેવાની ઘટનાઓ બનવા પામી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાની એક વધુ ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી અનુસાર સુરતમાં રહેતી અર્ચના અમદાવાદમાં રહેતા તેના બોયફ્રેન્ડ સની સાથે છેલ્લા 3 માસથી લીવ-ઇનમાં રહેતા હતા. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરતુ લગ્ન પૂર્વે જ પ્રેમિકા ગર્ભવતી થતાં પ્રેમીએ તેનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો અને પ્રેમીએ પ્રેમિકાને અમદાવાદ બોલાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે અર્ચનાએ આ બાબતે મહિલા હેલ્પલાઇનમાં જાણ કરતા પોલિસે દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અર્ચના તેના બોયફ્રેન્ડ સની સાથે છેલ્લા 3 માસથી લીવ-ઇનમાં હતા, ઘણી વખતે મળવાનું પણ બનતું અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ગર્ભવતી હોવાના સમાચાર આપતાની સાથે જ સનીને તેનો ફોન ઉપાડવો બંધ કરી દીધો હતો. એટલું જ નહી, સનીએ અર્ચનાનો મોબાઈલ નંબર પોતાના મિત્રોને આપીને અશ્લીલ વાતો કરવા કહ્યું હતું. અર્ચનાએ સની ફોન ન ઉપાડવાના કારણે ગભરાઇનેના માતા-પિતાને તે ગર્ભવતી છે તે જાણ ન થાય એ માટે ગર્ભપાતની દવા લઇ લીધી હતી.
થોડા દિવસ પછી સનીને ફોન લગતા અર્ચનાએ સનીને ફોન પર બધી વાતો જણાવી હતી ત્યારે સનીએ અર્ચનાને અમદાવાદ બોલાવી હતી. અને ત્યાં ગયા બાદ અર્ચના સોનોગ્રાફી કરાવવા એકલી હોસ્પિટલ ગઇ હતી. આ બાબતે ગુસ્સે થઇને સની હોસ્પિટલમાં ચપ્પુ લઈને ધસી આવ્યા હોવાનું તે જણાવે છે. ગભરાયેલી અર્ચનાએ મહિલા હેલ્પલાઇનને ફોન કરીને મદદની ગુહાર લગાવી હતી.
યુવાનીનો જોશમાં નિર્ણયો લેતા પહેલા એક વિચાર કરવો જરૂરી છે એવું નથી લાગતો !
by દિવ્યભાસ્કર