નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પુછપુરા ગામના મુખ્ય રસ્તા વચ્ચે આવેલ એક ખાડી પાર એક પુલ બનાવવાની લોક માંગ ઉઠી છે, જો સરકાર કોઈ નિર્ણય નહિ કરે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવની ચીમકી સાથે મુખ્ય મંત્રી સહીત ટીડીઓ, મામલતદારને લેખિત આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરી છે.

નર્મદા જિલ્લાના તિલકાવડા તાલુકાના પૂછપૂરા ગામનીની વાત કરીએ તો આ ગામ દેવલિયા થી દોઢ કિમી દૂર આવેલું છે પરંતુ આ બંને ગામ વચ્ચે એક મોટી ખાડી (કોતર) આવેલુ છે. આ ખાડી પર વર્ષો પહેલા નાનું નાળું (પુલ) બનાવવામાં આવ્યું હતું પરંતુ ચોમાસામાં પાણી વધુ આવતા જે તણાઈ ગયું હતું. હવે દર વર્ષે આ ગામને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ચોમાસામાં આ ગામ સંપર્ક વિહોણું બની જાય છે રાસન પાણી લેવા જીવના જોખમે જવાનો વારો આવે છે, ત્યારે તાલુકા જિલ્લા મથકે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી.

ગત વર્ષે અમારા મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાને પણ રજૂઆત કરી હતી પરંતુ જેની પણ કોઈ અસર જણાઈ નથી. ત્યારે ગ્રામજનો આંદોલન ના મૂળમાં આવ્યા છે. હાલ આવેદન પત્ર TDO, મામલતદાર તિલકવાડાને આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા લોકોની માંગ સ્વીકારશે કે નહી!!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.