કેન્દ્રના નવા કૃષિ કાયદાઓને લઈ ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠના મુદ્દે બુધવારે 10મા તબક્કાની બેઠકમાં પણ કોઈ નક્કર ઉકેલ લાવી શકાયો ન હતો. દિલ્હીમાં આંદોલનકારી ખેડૂત સંગઠનોના નેતાઓ સાથેની બેઠકમાં સરકાર દ્વારા કૃષિ કાયદાઓ પરનો ગુંચવાડો દૂર કરવા તેને દોઢ વર્ષ સુધી મોકૂફ રાખવા સાથે ખેડૂત સંગઠનો અને સરકારના પ્રતિનિધિઓની એક જોઈન્ટ કમિટિ રચવાનો પ્રસ્તાવ મુક્યો છે. જેનો ખેડૂત નેતાઓ હજુ સ્વીકાર કર્યો નથી.

ખેડૂત નેતાઓએ સરકારને કહ્યુ કે, અમે તમામ સંગઠનો એકબીજા સાથે વિચારવિર્મશ કર્યા બાદ સરકારના પ્રસ્તાવ અંગેનો જવાબ આપીશું. સરકાર અને 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓના વચ્ચે 10મા તબક્કાની મંત્રણા બાદ ખેડૂત નેતાઓએ કહ્યુ આગામી બેઠક 22મી જાન્યુઆરીની નક્કી કરવામાં આવી છે. ગુરુવારે ખેડૂત સંગઠનો પોતાની આંતરિક બેઠક કરનાર છે.

ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ જોગિંદર સિંહ ઉગરાહાએ કહ્યુ સરકારે કૃષિ કાયદાઓને દોઢ વર્ષના માટે સસ્પેન્ડ રાખવાનો પ્રસ્તાવ મુક્યો છે. આમ તો અમે તેને ફગાવી દીધો છે, પરંતુ સરકારનો પ્રસ્તાવ હોઈ ગુરુવારે તમામ સંગઠનો એકસાથે બેસીને તેના પર મંથન કરીશું, ત્યારબાદ સરકાર સમક્ષ અમારો મત રજૂ કરીશું. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બુધવારે સરકાર સાથેની બેઠક મોડી સાંજે સંપન્ન થયા બાદ ખેડૂત નેતાઓએ કહ્યુ ત્રણેય કાયદાઓને રદ કરવાની માગણી પર અમે અડગ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.