વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના મહામારીના સમયમાં ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્ર જુદા જુદા અખતરા કરી રહી છે ત્યારે આજે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એક અન્ય મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી ધોરણ ૩ થી ૧૨ની વોટસએપ બેઇઝ કસોટી લેવામાં આવશે આ સંદર્ભમાં ગુજરાત શિક્ષણ વિભાગે વોટસએપ નંબરની જાહેરાત પણ કરી છે.

શિક્ષણ વિભાગનું કહેવું છે કે હાલમાં લેવાનાર પ્રથમ તબક્કાની પરીક્ષા ૨૩ જાન્યુઆરીથી શરૂ થશે. આ પ્રથમ તબક્કામાં ધોરણ ૩ થી ૫ની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ દર સપ્તાહે પરીક્ષાનું આયોજન ક્રમ અનુસાર ચાલુ રહશે.

આ પરીક્ષામાં ૮૫૯૫૫૨૪૫૨૩ – નંબર પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને રિપ્લાયમાં શાળાનો કોડ લખીને મોકલવાનો રહેશે. પછી રિપ્લાયમાં સ્કૂલની વિગતો આવશે. સ્કૂલની વિગતો આવે ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની વિગતો આપવાની રહેશે. ૧૦ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ આપવાના પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.