ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ મથક દ્વારા ૩૨ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દિન નિમિત્તે અકસ્માતથી બચવા જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલીમાં હોમગાર્ડ, જીઆરડી જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અકસ્માતથી કઈ રીતે બચી શકાય તેના બેનરો સાથે સુત્રોચાર કરી નગરના અલગ અલગ વિસ્તારમા ફરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો

જયારે વઘઇ પોલીસ મથકના પીએસઆઈ ડી.ડી વસાવા ટ્રાફીક પીએસઆઈ જયેશ વળવીએ વાહન ચાલકો તેમજ નગરજનોને માર્ગ અકસ્માતમાં કઇ રીતે બચી શકાય એ માટેની જાગૃતિ લાવવા માટેના પેમ્પલેટ વહેચી માહિતગાર કર્યા હતા અને અકસ્માતથી બચવા તકેદારીના ભાગરૂપે મોટર સાઇકલ ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવુ જોઇએ તેમજ કાર ચાલકોએ ફરજિયાત સીટ બેલ્ટ બાંધી ગાડી હંકારવી જોઇએ તેમજ વાહન ચાલકોએ ટ્રાફીક નિયમોનો ચુસ્ત પણે અમલ કરવા અનુરોધ કર્યો હતો

આ કાર્યક્રમમાં વધઇ પીએસઆઇ એન ડી ડામોર જીલ્લા ટ્રાફિકના પીએસઆઈ જયેશ વળવી પોલીસ કર્મી સંજયસિંહ સોમનાથભાઇ, રમણીક મકવાણા સહિત અન્ય પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા