દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાતના સુરતમાં કીમ-માંડવી ગત રાત્રે રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઉંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા ૧૨ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે ૮ને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું સારવાર વેળાં મોત નીપજતાં મૃતાંક ૧૩ પર પહોંચ્યો હતો.

મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લા પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ જ રહેલા ડમ્મરના ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રસ્તાના કિનારે આવેલા ફૂટપાથ પર ચઢી જતાં સૂતેલા ૨૦ શ્રમિકોને કચડી નાંખ્યાં હતા. ભર નિંદર, માણી રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં ૧૨ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે ૮ને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જોઈએ તો ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરવામાં આવી છે અને ડમ્પર ચાલક પકડાયો ત્યારે ચિક્કાર પિધેલી હાલતમાં હતો. ઘટનામાં મૃત્યુ પામનારમાં નરેશ બાલુ, વિકેશ મહીડા, મુકેશ મહીડા, લીલા મુકેશ, મનિષા, સફેશા ફ્યુચઇ, શોભના રાકેશ, દિલીપ ઠકરા, ચધા બાલ બે વર્ષની છોકરી, એક વર્ષનો છોકરો સામેલ હતા.

ગઈ કાલે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં છ મહિનાની બાળકીનો આબાદ બચાવ થયો હતો જયારે યમરાજ બનીને આવેલા ડમ્પરે પુટપાથ પર સૂતેલા શ્રમિકો સહિત બાળકીના માતા-પિતાને પણ કચડી નાખતા મુત્યુ નીપજ્યું હતું ઘટના સ્થળ પર લાશ ઢગલા વચ્ચે બાળકીનું રૂદન સાભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી